ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 16, 2025 3:25 પી એમ(PM)

printer

ભરૂચમાં મેઘરાજા અને જન્માષ્ટમીના તહેવારમાં ભરતા ભાતીગળ મેળા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો

ભરૂચમાં મેઘરાજા અને જન્માષ્ટમીના તહેવારમાં ભરતા ભાતીગળ મેળા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા ડ્રોન કેમેરા, સીસીટીવી કેમેરા સહિત પોલીસ મદદ માટે કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવ્યો છે. જ્યાંથી સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવશે. પોલીસ વિભાગ દ્વારા મેળામાં ફરવા આવતા લોકોને સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે. અને મેળામાં કોઈ અનિચ્છય બનાવ બને તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને કરવાની સલાહ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસના સાતમ આઠમ અને નવમીના દિવસે ભરાતો મેઘરાજાનો ભાતીગળ મેળો ભરુચમાં 200 વર્ષથી ભરાય છે. આ મેળો શહેરના પાંચ બત્તી વિસ્તારથી લઈને ચકલા બજાર સુધી ભરાય છે. જેમાં ભરૂચ જિલ્લા સહિત આજુબાજુના જિલ્લાના લોકો મોટી સંખ્યામાં જોડાય છે.