ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 28, 2025 10:24 એ એમ (AM)

printer

ભરૂચમાં ભારે વરસાદના પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા – મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી બે જૂન સુધી રાજ્યમાં છુટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાતના દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતા છે. સાથે જ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આવતીકાલ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પણ મધ્યમ અને ભારે વરસાદની આગાહી છે. જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ભરૂચ જિલ્લામાં ભારે પવનના કારણે આવેલા વરસાદને કારણે અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયા હતા. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક મકાનોની છત પર વૃક્ષો પડવાની ફરિયાદ પણ મળી હતી જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ