નવેમ્બર 5, 2025 3:05 પી એમ(PM)

printer

ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલા ચાદર સાહિબ ગુરુદ્વારામાં ગુરુનાનક જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલા ચાદર સાહિબ ગુરુદ્વારામાં ગુરુનાનક જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શ્રદ્ધાળુઓએ ગુરુનાનક દેવજીના દર્શન કરી ગુરુવાણીના પાઠ દ્વારા આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો. હજારો વર્ષો પહેલાં ગુરુ નાનક દેવજી ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સત્યના માર્ગે દોરવા નીકળ્યા ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હોવાની માન્યતા છે. અહીં તેમણે ચાદર પર બિરાજમાન થઈ નર્મદા નદીને પાર કરી હતી. આ ઐતિહાસિક પ્રસંગની યાદમાં અહીં નિર્મિત ગુરુદ્વારાને ચાદર સાહિબ ગુરુદ્વારા તરીકે ઓળખવામાં આવે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.