ભરૂચમાં આગામી રથયાત્રાને લઈને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી ભરૂચ શહેરના એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક દ્વારા સંયુક્ત રીતે ફ્લેગ માર્ચ યોજાઈ હતી.આ ફ્લેગ માર્ચ ફુરજા બંદરથી શરૂ થઈ સોનેરી મહેલ સુધીના સમગ્ર રથયાત્રાના રૂટ પર યોજાઈ હતી. એ ડિવિઝનના અને બી ડિવિઝનના પોલીસના પીએસઆઈ સહિતના કર્મચારીઓ ફેલગ માર્ચમાં જોડાયા હતા.
આ કાર્યવાહી રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેમજ સ્થાનિકોમાં ભરોસો અને સુરક્ષાનો અનુભવ થાય તે આશયથી હાથ ધરવામાં આવી હતી.
Site Admin | જૂન 24, 2025 9:08 એ એમ (AM) | bharcuh | rathytra
ભરૂચમાં આગામી રથયાત્રાને લઈને ફ્લેગ માર્ચ યોજાઈ