નવેમ્બર 12, 2025 7:21 પી એમ(PM)

printer

ભરૂચના વાગરામાં બોઇલરમાં વિસ્ફોટ થતાં 3 લોકોના મોત

ભરૂચ જિલ્લાના વાગરામાં બોઇલરમાં વિસ્ફોટથી થતાં 3 લોકોના મોતના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ વાહીદ મશહદી જણાવે છે કે સાયખા GIDC વિસ્તારમાં વિશાલ ફાર્મા કંપનીમાં આ દુર્ઘટના બની હતી જેમાં 24 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા જ ચારથી પાંચ અગ્નિશમન દળની ગાડીઓ સ્થળ પર પહોંચી બચાવ અને રાહતની કામગીરી શરૂ કરી. કાટમાળ હટાવવાની કામગીરી સાથે મૃત્યુઆંક વધવાની શક્યતા જોતાં શોધ અભિયાન ચાલી રહ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.