ભરૂચના ઐતિહાસિક દશાશ્વમેઘ ઘાટ સ્થિત પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે આજે નર્મદા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. મંગળા આરતીથી શરૂ થયેલા કાર્યક્રમમાં માતાજીની પ્રતિમાને સવામણ દૂધનો અભિષેક કરવામાં આવ્યો અને ભવ્ય ફૂલ શણગાર કરવામાં આવ્યો હતો.
1926માં જીર્ણોદ્ધાર પામેલ આ પ્રાચીન મંદિરમાં દર વર્ષે મહા સુદ સાતમના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 7:29 પી એમ(PM)
ભરૂચના ઐતિહાસિક દશાશ્વમેઘ ઘાટ સ્થિત પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે આજે નર્મદા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
