ઓગસ્ટ 4, 2025 3:10 પી એમ(PM)

printer

ભરૂચના અંકલેશ્વરમાં 637 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને શિલાન્યાસ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વદેશી વસ્તુના આગ્રહને આત્મનિર્ભરતા તરફનો સાચો માર્ગ ગણાવ્યો છે. આજે ભરૂચના અંકલેશ્વરમાં 637 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરતાં શ્રી પટેલે જણાવ્યુ હતું કે કોરોના સામે રક્ષણ આપતી રસી પણ અંકલેશ્વરમાં બની છે. તેમણે ઉમેર્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજરાતમાં GSTની આવકમાં 15 ટકાનો વધારો થયો છે.
શ્રી પટેલે આજે કોસમડી ગામ ખાતે તાલુકાકક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું પણ લોકાર્પણ કર્યું હતું. અગાઉ શ્રી પટેલે જિલ્લામાં આવેલા સ્થંભેશ્વર મંદિર ખાતે પ્રાચીન શિવલીંગના દર્શન કર્યા અને ત્યાર બાદ જંબુસર ખાતે 2 હજાર એકર વિસ્તારમાં નિર્માણાધિન ભારતના સૌથી મોટા બલ્ક ડ્રગ પાર્કની પણ મુલાકાત લીધી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.