એપ્રિલ 6, 2025 9:42 એ એમ (AM)

printer

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવનો ગુજરાતના પોરબંદરના માધવપુર ખાતે આજે પ્રારંભ થશે

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવનો ગુજરાતના પોરબંદરના માધવપુર ખાતે આજે પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સાંજે છ વાગે મેળાનું ઉદઘાટન કરશે. પોરબંદરના માધવપુર ગામે ભગવાનશ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં માધવપુરનો લગ્ન મેળો યોજાતો હતો અને તે વખતે ભગવાન જયારે પરણવા નીકળતા ત્યારે પોરબંદર સ્ટેટની પોલીસ દ્વારા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતું હતું, તે પરંપરાના ભાગ રૂપે આજે પણ અહી ગુજરાત પોલીસ દ્વારા ભગવાન માધવરાયજીને પરણવા નીકળે ત્યારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.આ મેળાની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરના અમદાવાદ સહિતના શહેરોમાં ઉત્તર પૂર્વના કલાકારો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. પ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે 400 જેટલા કલાકારોએ પરંપરાગત રીતે તેમના નૃત્ય રજૂ કર્યા હતા..