નવેમ્બર 16, 2025 9:49 એ એમ (AM)

printer

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાયા

છોટાઉદેપુર ખાતે યોજાયેલા ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જ્યંતીની ઉજવણી પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી અને પ્રભારી મંત્રી ડૉ. મનિષા વકીલે એસ.એફ. હાઈસ્કૂલ ચોકડીથી છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ સુધીના માર્ગને ભગવાન બિરસા મુંડા માર્ગનુ નામાભિમાન કર્યુ હતું..કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ભગવાન બિરસા મુંડા અને આદિવાસી દેવી- દેવતાઓનું પૂંજન કરી પુષ્પર્પણ કરવામાં આવ્યું હતું. તો મહાનુભાવોના હસ્તે આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું અને રમતવીરોની સન્માન કરવામાં આવ્યું હતું.રાજયભરમાં ગઇકાલે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા. પંચમહાલમાં પ્રભારી મંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું.રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘જનજાતીય ગૌરવ વર્ષ’ ની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયું. જેમાં 972 લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાયું.આ ઉપરાંત ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો જેનો મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.