ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
દીવમાં ભાજપ પ્રમુખ મોહન લક્ષ્મણની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની 150મી જયંતી નિમિત્તે તેમના જીવન ચરિત્ર અંગે લોકોને માહિતગાર કરી તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
તાપીના વ્યારા ખાતે રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે જન નાયક બિરસા મુંડાને શ્રદ્ધાંજલી અર્પણ કરી સાથે આ કાર્યક્રમમાં પરંપરાગત સાંસ્કૃતિક નૃત્યો ફિલ્મ, તેમજ લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરાયું.
ડાંગના આહવા ખાતે વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલ અને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં આદિજાતી વિભાગના વન અધિકાર અધિનિયમ- ૨૦૦૫ ના ૬૫ લાભાર્થીઓને અધિકારી પત્રો એનાયત કરાયા. જિલ્લામાં વિવિધ યોજનાઓના ૪૯૬ લાભાર્થીઓને ૨૭૩ લાખથી વધુની સહાયનું વિતરણ કરાયું.
સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રાણાગઢ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમમાં સાંસદ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, બિરસા મુંડાએ આપણા માટે જે કંઈ કર્યું છે, તેમના એ કાર્યને આપણે ક્યારેય ન ભૂલીએ, તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન થયું છે. આદિજાતિ વિસ્તારના ગામોને આવરી લેતાં અંદાજિત 9 કરોડથી વધુના ૮ કામોનું ઈ-ખાતમુહૂર્ત કરાયું.
અરવલ્લી જિલ્લામાં શામળાજી તાલુકાના ખરેંચા ખાતે સૈનિક સ્કૂલમાં વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.. જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સન્માનિત કરાયા.
નવસારીના ચીખલીમાં શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરાઇ. આ પ્રસંગે આદિવાસી સમાજના 20 વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ, કલાકારો, રમતવીરો અને વિવિધ યોજનાના લાભાર્થીઓને સન્માન પત્રો એનાયત કરાયા.
રાજકોટમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિના અવસરે ૯૭૨ લાખના વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટર ડૉ. ઓમપ્રકાશે રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા આદિવાસી રમતવીરોનું સન્માન કર્યું તેમજ આદિવાસી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને સરકારની યોજનાકીય સહાયના ચેકનું વિતરણ કરાયું.
વલસાડના ધરમપુરના લાલ ડુંગરી ખાતે પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ધારાસભ્ય અરવિંદ પટેલ અધ્યક્ષતામાં રમતગમત અને કલા ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર આદિવાસી ખેલાડીઓ તથા કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા.હતા સરકારી યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રો, ચેક અને અધિકાર પત્રોનું વિતરણ કરવામાં આવ્યું.
Site Admin | નવેમ્બર 15, 2025 7:25 પી એમ(PM)
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા.