ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરાઈ રહી છે. જેના ભાગ રૂપે આદિવાસી અમૃત કુંભ મહોત્સવ 2024ની રથયાત્રા રાજ્યના 14 જિલ્લાના તમામ તાલુકાઓમાં ફેરવવામાં આવી રહી છે.
આ રથયાત્રા તાપી જિલ્લાના વાલોડ ખાતે પહોંચી હતી. ત્યાંથી ડોલવણ જશે, ત્યારબાદ વ્યારા, સોનગઢ, નિઝર અને કુકરમુંડા સુધી ભ્રમણ કરશે. દરમિયાન રથયાત્રામાં ભગવાન બિરસા મુંડાના જીવનની ઝાંખી, ફિલ્મ, પોસ્ટરો અને ટેબ્લો ઉપરાંત આદિજાતિ વિકાસ હસ્તકની યોજનાઓને પ્રચાર પ્રસાર કરાશે.
બીજી તરફ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગરહવેલીમાં સેલવાસના કલા કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. દરમિયાન શાળાના જનજાતિય શ્રેણીમા ધોરણ 10 અને 12મા પ્રથમ અને દ્વિતીય સ્થાને આવેલા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.
Site Admin | નવેમ્બર 20, 2024 7:10 પી એમ(PM)
ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરાઈ રહી છે
