ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આગામી 27 જૂનના રોજ યોજાશે. રથયાત્રામાં 18 ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડવાજાવાળા સાથે ભગવાન જગન્નાથ આનંદ અને ઉત્સાહ સાથે નગરયાત્રા કરશે.. હરિદ્વાર અયોધ્યા નાસિક, ઉજજૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી બે હજાર 500 જેટલા સાધુ-સંતો આવશે. જમાલપુર જગન્નાથ મંદિરની વેબ-સાઇટ www.jagannathjiahd.org ઉપર રથયાત્રાના ઓન લાઈન દર્શન થશે.
ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ રથયાત્રા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પરંપરાગત રીતે 27 જૂનને અષાઢી બીજ નિમિત્તે મળસ્કે ચાર વાગ્યે ભગવાનની મંગળા આરતી થશે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે..
Site Admin | જૂન 24, 2025 9:07 એ એમ (AM) | Rathyatra
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આગામી 27 જૂનના રોજ નિકળશે
