રાજ્યભરમાં 10 દિવસના ગણેશોત્સવ આજે ભગવાન ગણેશજીની મૂર્તિઓના વિસર્જન સાથે સંપન્ન થયો. વિસર્જનને પગલે વહીવટીતંત્ર દ્વારા સુસજ્જ તૈયારીઓ કરવામાં આવી છે.
આજે અનંત ચતુર્થીના દિવસે ભરૂચમાં સવારથી જ ભક્તોએ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરી બાપ્પાને વિદાય આપી.
સાબરકાંઠામાં ભક્તોએ ડી.જે. અને ગરબાના તાલે આજે ગણપતિ બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન કર્યું. દરમિયાન વિસર્જન સ્થળોએ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
તાપીમાં કુલ સાતસો જેટલી મૂર્તિઓનું પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસર્જન કરાયું.
સુરતમાં વિસર્જન વખતે એક મંડળ દ્વારા બાપ્પાની સેવામાં કોઈ ભૂલચૂક થઈ હોય તો ઉઠક બેઠક કરી માફી માગતા- માગતા વિસર્જન કરાયું.
નવસારી, બીલીમોરા અને ગણદેવી શહેરોથી માંડીને વાંસદા તાલુકા સહિત જિલ્લાભરમાં 15 હજાર જેટલી ગણેશ મૂર્તિઑનું વિસર્જન કરાયું. આજે વહેલી સવારથી યજ્ઞ, હોમ, હવન, પૂજા, આરતી અને મહાપ્રસાદ સાથે વિસર્જન યાત્રાઓ યોજાઇ.
Site Admin | સપ્ટેમ્બર 6, 2025 7:25 પી એમ(PM)
ભગવાન ગણેશજીની મૂર્તિઓના વિસર્જન સાથે આજે ગણેશોત્સવ સંપન્ન