ભગવાન કૃષ્ણના જન્મોત્સવ, જન્માષ્ટમીનો તહેવાર આજે દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. મંદિરોમાં મોટી સંખ્યામાં પૂજા કરવા માટે ઉમટ્યા છે. ઉત્તર પ્રદેશના મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિરને જન્માષ્ટમીની ઉજવણી માટે સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. આ તહેવારની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો મથુરા અને વૃંદાવન પહોંચ્યા છે.
ગુજરાતના, ડાકોરમાં સૌથી આદરણીય દ્વારકાધીશ મંદિર અને શામળાજી મંદિર સહિત તમામ શ્રીકૃષ્ણ મંદિરોમાં આજે જન્માષ્ટમી ભવ્યતા અને ભક્તિ સાથે ઉજવવામાં આવી રહી છે.