ડિસેમ્બર 25, 2025 8:06 એ એમ (AM)

printer

ભગવાન ઈસુના જન્મ દિવસ નિમિત્તે આજે વિશ્વભરમાં નાતાલ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

ભગવાન ઈસુના જન્મ દિવસ નિમિત્તે આજે વિશ્વભરમાં નાતાલ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ચર્ચોમાં ખાસ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લોકો પોતાના ઘરોને નાતાલના વૃક્ષો અને અન્ય સજાવટથી શણગારે છે અને એકબીજાને ભેટ- સોંગાદો આપે છે. વેટિકન સિટીમાં પોપ લીઓ ચૌદમાં વિશ્વના સૌથી મોટા ચર્ચ, સેન્ટ પીટર્સ બેસિલિકામાં નાતાલની ઉજવણીનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ આજે ચર્ચની બાલ્કનીમાંથી રોમ અને સમગ્ર વિશ્વને ખાસ નાતાલનો સંદેશ આપશે.