ભક્તિ શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ શક્તિપીઠ અંબાજી ખાતે ચાલતા ભાદરવી પૂનમ મહામેળાનો આજે અંતિમ દિવસ છે, આ મેળો દર વર્ષે ભાદરવા સુદ નોમથી પ્રારંભ થાય છે અને પૂનમ સુધી ચાલે છે, અંદાજિત 40 લાખ માઈ ભક્તો પગપાળા સંઘ લઈ અંબાજી ખાતે પધારે છે, માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે સાથે નવરાત્રિમાં પધારવા માટે આમંત્રણ આપે છે,આજે પૂનમના ચંદ્ર ગ્રહણ હોવાથી દર્શનનો સમય 12:30 વાગ્યા સુધીનો રહેશે, 12:30થી 5 વાગ્યા સુધી જાળીમાંથી દર્શન કરી શકાશે. જ્યારે 5 વાગ્યાથી મંદિર માઈ ભક્તો માટે સંપૂર્ણ બંધ રહેશે, 12 વાગ્યા સુધી ધજા ચડશે
Site Admin | સપ્ટેમ્બર 7, 2025 8:59 એ એમ (AM)
ભક્તિ શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ શક્તિપીઠ અંબાજી ખાતે ચાલતા ભાદરવી પૂનમ મહામેળાનો આજે અંતિમ દિવસ
