ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

બ્રિટિશ હાઈકમિશનરે રાજ્યના ઉદ્યોગ-રોકાણકારોને બ્રિટનમાં રોકાણ માટે સહયોગની ઉત્સુક્તા દર્શાવી

બ્રિટીશ હાઈ કમિશનરે રાજ્યના ઉદ્યોગ-રોકાણકારોને બ્રિટનમાં રોકાણ માટે આવકારવા અને સહયોગની ઉત્સુક્તા દર્શાવી છે. ભારત સ્થિત બ્રિટીશ હાઈ કમિશનર લિન્ડિ કેમરોને ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત દરમિયાન આ વાત કહી હતી.
દરમિયાન સુશ્રી કેમરોને પુનઃપ્રાપ્ય ઊર્જા, સાયબર સુરક્ષા સહિત લોકો વચ્ચે સીધો સંપર્ક નિર્માણ કરવા પરસ્પર સહયોગની તત્પરતા દર્શાવી હતી. મુલાકાત દરમિયાન બંને મહાનુભાવોએ ઑલિમ્પિક્સ રમતના આયોજનની બ્રિટનની તજજ્ઞતાનો રાજ્યને લાભ મળે તે દિશામાં વિચાર વિમર્શ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, બ્રિટીશ ઉદ્યોગોને રાજ્યમાં ઉદ્યોગ સ્થાપના સહિતની જરૂરી સુવિધાઓ માટે રાજ્ય સરકાર પૂરતો સહયોગ આપશે.