ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 8, 2024 1:56 પી એમ(PM) | બ્રિટન

printer

બ્રિટનના સાઉથ પોર્ટ વિસ્તારમાં બે છોકરીઓની કરાયેલી હત્યા બાદથી ફાટી નીકળેલા તોફાનો દેશના અનેક ભાગોમાં સુધી ફેલાઈ ગયા છે

બ્રિટનના સાઉથ પોર્ટ વિસ્તારમાં બે છોકરીઓની કરાયેલી હત્યા બાદથી ફાટી નીકળેલા તોફાનો દેશના અનેક ભાગોમાં સુધી ફેલાઈ ગયા છે. જાતિ ભેદ વિરોધી દેખાવકારોએ બ્રિટનના વિવિધ ભાગોમાં ભારે નકુસાન પહોંચાડ્યું છે. લંડન, બ્રિસ્ટ્રોલ, બ્રિગ્ટોન, બર્મિંઘમ, લિવરપૂલ, હેસ્ટિંગ્સના રસ્તાઓ પર હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ ઉતરી આવ્યા હતા.
દરમિયાન બ્રિટિશ સરકારે દેખવકારોને ડામવા માટે હજારોની સંખ્યામાં પોલીસ દળ તૈનાત કર્યા છે. છેલ્લાં કેટલાંક દિવસોથી અપ્રવાસી વસ્તી વિરુદ્ધ કટ્ટર દક્ષિણપંથીઓ દ્વારા દેખાવો કરાઈ રહ્યા છે, પરિણામે અનેક પોલીસ અધિકારીઓ ગંભીર રીતે ઘવાયા હતા. દૂકાનો લૂંટવામાં આવી હતી, અને અપ્રવાસીઓને આશરો આપતી હોટલોને નિશાન બનાવીને હુમલા કરાયા હતા.