ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 27, 2025 2:08 પી એમ(PM)

printer

બ્રિટનના લિવરપૂલ ફૂટબોલ ક્લબની વિજય પરેડ દરમિયાન ચાહકોની ભીડમાં એક કાર ઘુસી જતાં 47 લોકો ઇજાગ્રસ્ત

બ્રિટનમાં, લિવરપૂલ ફૂટબોલ ક્લબની વિજય પરેડ દરમિયાન ચાહકોની ભીડમાં એક કાર ઘુસી જતાં લગભગ 47 લોકો ઇજાગ્રસ્ત થયા છે
ઇજાગ્રસ્ત લોકોમાંથી, 27 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને 20 લોકોને ઘટનાસ્થળે સારવાર આપવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ કાર નીચે ફસાયેલા એક બાળક સહિત ચાર લોકોને બચાવ્યા હતા.
પોલીસે લિવરપૂલના 53 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે આ અકસ્માત આતંકવાદ સાથે સંબંધિત નથી. પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે લિવરપૂલના લોકો સાથે હોવાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે સમગ્ર દેશ તેમની સાથે ઉભો છે.