બ્રિટિનના પ્રધાનમંત્રી કીર સ્ટારમર આજથી ભારતની બે દિવસની મુલાકાતે આવશે. શ્રીયુત સ્ટારમરની આ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે. પ્રધાનમંત્રી મોદી અને શ્રી સ્ટારમર આજે બેઠક યોજી બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરશે.આ મુલાકાત નવી ભાગીદારી માટે ભારત અને યુકેના સહિયારા દ્રષ્ટિકોણને ફરીથી સ્થાપિત કરવાની તક પૂરી પાડશે.
Site Admin | ઓક્ટોબર 8, 2025 9:33 એ એમ (AM)
બ્રિટનના પ્રધાનમંત્રી સ્ટારમર અને પ્રધાનમંત્રી મોદી આજે ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરશે
