બ્રાઝિલ ખાતે યોજાયેલી યુ-20 રીયો મેયર્સ સમિટમાં સમગ્ર દેશમાંથી માત્ર સુરતનાં મેયરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સંમેલનમાં સુરતના મેયર દક્ષેશ માવાણીએ સુરત પાલિકાની કામગીરી રજૂ કરતા જણાવ્યું હતું કે, સુરત શહેરી નવીનીકરણ અને ટકાઉપણુંમાં મોખરે રહ્યું છે. સુરત તેના મજબૂત શહેરી આયોજન અને માળખાકીય વિકાસ માટે જાણીતું છે. શહેરે તેના તૃતીય ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ટકાઉ જળ વ્યવસ્થાપનની પહેલ કરી છે, જે ઔદ્યોગિક ઉપયોગ માટે ગંદા પાણીને રિસાયકલ કરે છે. આ પહેલ મારફત વાર્ષિક અંદાજે 17 મિલિયન ડોલરની આવક મેળવવામાં આવે છે.
તેમણે જણાવ્યું કે, હાલમાં, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉપયોગમાં લેવાતી કુલ ઉર્જામાંથી 28% ઊર્જા સૌર અને પવન ઊર્જાના સ્ત્રોતોમાંથી આવે છે. 431 મેગાવોટની કુલ ક્ષમતા ઉત્પન્ન કરતી 87 હજારથી વધુ સ્થાપનો સાથે, સુરત સૌર ઊર્જામાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે
Site Admin | નવેમ્બર 20, 2024 11:21 એ એમ (AM)
બ્રાઝિલ ખાતે યોજાયેલી યુ-20 રીયો મેયર્સ સમિટમાં સમગ્ર દેશમાંથી માત્ર સુરતનાં મેયરને આમંત્રણ આપવામાં આવ્યું
