બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ ભારત સાથે વ્યૂહાત્મક જોડાણ બનાવવાની યોજના જાહેર કરી છે.
આ પહેલનો હેતુ બંને દેશો વચ્ચે રાજકીય, આર્થિક અને તકનીકી સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. ઉપરાષ્ટ્રપતિ ગેરાલ્ડો અલ્કમિનની તાજેતરની ભારત મુલાકાતના સમાપન બાદ, શ્રી સિલ્વાએ ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે જણાવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ ગેરાલ્ડો અલ્કમિનની ભારત મુલાકાત મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે તેઓ ભારત સાથે વ્યૂહાત્મક જોડાણ બનાવશે અને બ્રાઝિલ અને ભારત બંનેની અર્થવ્યવસ્થાનો વિકાસ કરશે.
બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખની ટિપ્પણી ઉપરાષ્ટ્રપતિ ગેરાલ્ડો અલ્કમિનની ભારત મુલાકાતના એક દિવસ પછી આવી છે. તેમની મુલાકાત દરમિયાન, અલ્કમિનએ સ્પષ્ટતા કરી હતી કે ભારત અને બ્રાઝિલનો સહયોગ પૂરક છે, સ્પર્ધાત્મક નથી.
Site Admin | ઓક્ટોબર 20, 2025 2:08 પી એમ(PM)
બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ ભારત સાથે વ્યૂહાત્મક જોડાણ માટે ઉત્સુક્તા દર્શાવી