ગઈકાલે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેલિફોન પર વાત કરી. બંને નેતાઓએ ભારત-બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અને આગામી વર્ષમાં તેને વધુ ઊંચાઈએ લઈ જવાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બંને નેતાઓએ વેપાર અને રોકાણ, ટેકનોલોજી, સંરક્ષણ, ઉર્જા, આરોગ્ય, કૃષિ અને લોકો વચ્ચેના સંબંધો સહિત દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં થયેલી નોંધપાત્ર પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ લુલાનું ભારતમાં વહેલા સ્વાગત કરવા આતુર છે.
Site Admin | જાન્યુઆરી 23, 2026 9:39 એ એમ (AM)
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેલિફોન પર વાત કરી