ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 21, 2024 2:15 પી એમ(PM)

printer

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝઇનાસિયો લુલા દા સિલ્વાને માથામાં ઇજા થતાં તેઓએ BRICS સમિટ માટે રશિયાની તેમની આયોજિત મુસાફરી રદ કરી છે

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝઇનાસિયો લુલા દા સિલ્વાને માથામાં ઇજા થતાં તેઓએ BRICS સમિટ માટે રશિયાની તેમની આયોજિત મુસાફરી રદ કરી છે, બ્રાઝિલના પ્રમુખના કાર્યાલયે ગઈકાલે જાહેરાત કરી હતી.
તેમના નિવાસસ્થાને તેમને અકસ્માતે માથામાં ઇજા થતાં તેમને બ્રાઝિલિયાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ બ્રાઝિલિયાથી વીડિયો કોન્ફરન્સ દ્વારા બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. બ્રાઝિલની સરકારે X પર એક પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે વિદેશ મંત્રી મૌરોવિએરાને BRICS સમિટમાં બ્રાઝિલના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. ગઈકાલે પ્રતિનિધિમંડળ રશિયા રવાના થયું હતું.