બ્રાઝિલના ઉપરાષ્ટ્રપતિ ગેરાલ્ડો અલ્કમિન આજે બપોરે ભારતની ત્રણ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા. તેઓ આવતીકાલે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાથે વેપાર મંત્રીસ્તરીય સમીક્ષા બેઠક કરશે. શ્રી અલ્કમિન બ્રાઝિલના વિકાસ, ઉદ્યોગ, વેપાર અને સેવાઓ વિભાગનાં મંત્રી પણ છે. મુલાકાત દરમિયાન, શ્રી અલ્કમિન ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ પુરીને મળશે.
બ્રાઝિલ દક્ષિણ અમેરિકામાં ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાજેતરની બ્રાઝિલ મુલાકાત દરમિયાન, બંને નેતાઓ વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે એક મંત્રીસ્તરીય સમીક્ષા પદ્ધતિ સ્થાપિત કરવા અને આગામી પાંચ વર્ષમાં 20 બિલિયન ડોલરનો દ્વિપક્ષીય વેપાર લક્ષ્યાંક નક્કી કરવા સંમત થયા હતા. આ મુલાકાતનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય વેપાર અને રોકાણની સમીક્ષા કરવાનો, નવા પ્રાથમિકતા ક્ષેત્રોને ઓળખવાનો અને વેપાર લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે રોડમેપ તૈયાર કરવાનો છે.
Site Admin | ઓક્ટોબર 15, 2025 7:58 પી એમ(PM)
બ્રાઝિલના ઉપરાષ્ટ્રપતિ ગેરાલ્ડો અલ્કમિન આજથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે
