ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) હસ્તકના આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કાલુ ગામ ખાતેના 66 કિલો વોટ સબસ્ટેશનનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યદંડક રમણભાઈ સોલંકીએકર્યું છે.
આ પ્રસંગે તેઓએ જણાવ્યું કે, અંદાજિત ૧૨.૫૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર સબસ્ટેશન થકી બોરસદ તાલુકાના કાલુ ગામ સહિત આજુબાજુના અન્ય ૧૪ ગામના ૧૫ હજાર ઉપરાંત લાભાર્થીઓને ૨૪ કલાક વીજ પુરવઠો મળી રહેશે.
અમારા આણંદ જિલ્લાના પ્રતિનિધિ પરેશ મકવાણા જણાવે છે કે કાલુ સબ સ્ટેશનથી હાલના રાસ, આંકલાવ, બોરસદ, સબસ્ટેશનોના વીજભારમાં નોંધપાત્ર ઘટાડો થશે અને સબસ્ટેશનોથી વીજળી મેળવતા ગ્રાહકોને પૂરતા વીજ દબાણથી વધુ સાતત્ય પૂર્ણ વીજ પુરવઠો આપી શકાશે અને વધારાની વીજ માંગ પણ સંતોષી શકાશે.
Site Admin | એપ્રિલ 25, 2025 9:54 એ એમ (AM)
બોરસદના કાલુ ગામમાં 66 વોટ સબસ્ટેશનનું ખાતમુર્હૂત કરાયું
