બોમ્બે વડી અદાલતે ગઈ કાલે ચેક બાઉન્સ કેસમાં સુપ્રસિદ્ધ ફિલ્મસર્જક રામગોપાલ વર્માને દોષિત ઠેરવીને ત્રણ મહિનાની સાદી જેલની સજાનો હૂકમ કર્યો છે. સાત વર્ષ જૂના આ કેસમાં એક કંપનીએ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની 138મી કલમ હેઠળ રામગોપાલ વર્મા વિરુધ્ધ કેસ કર્યો હતો.
અંધેરીની મેજીસ્ટ્રેટ અદાલતે શ્રી વર્માને દોષિત ઠેરવીને જેલની સજા કરી હતી અને ફરિયાદીને ત્રણ મહિનામાં 3 લાખ 72 હજાર રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. જો નિયત સમયમર્યાદામાં વળતર ન ચૂકવવામાં આવે તો વધુ ત્રણ મહિનાની જેલ ભોગવવી પડશે. કાર્યવાહી દરમિયાન શ્રી વર્મા ગેરહાજર હોવાથી અદાલતે તેમની ધરપકડ માટે બિન-જામીનપાત્ર વોરન્ટ જારી કર્યું હતું.
Site Admin | જાન્યુઆરી 24, 2025 2:13 પી એમ(PM) | ફિલ્મસર્જક
બોમ્બે વડી અદાલતે ચેક બાઉન્સ કેસમાં સુપ્રસિદ્ધ ફિલ્મસર્જક રામગોપાલ વર્માને દોષિત ઠેરવીને ત્રણ મહિનાની સાદી જેલની સજાનો હૂકમ કર્યો
