પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, બોડો શાંતિ કરારથી બોડો સમુદાયને ઘણો ફાયદો થયો છે, હજારો યુવાનો શસ્ત્રો અને હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે. પ્રધાનમંત્રીએ ગઇકાલે ગુવાહાટીના અર્જુન ભોગેશ્વર બરુઆ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત પરંપરાગત બોડો સાંસ્કૃતિક કાર્યક્રમ, બાગુરુમ્બા દાહો 2026 માં હાજરી આપી હતી. 10,હજાર થી વધુ બોડો કલાકારોએ બાગુરુમ્બા નૃત્ય રજૂ કર્યું હતું.પ્રધાનમંત્રીએ શાંતિ કરાર પછી બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજન (BTR)માં થયેલા અભૂતપૂર્વ વિકાસની નોંધ લીધી, જેને કેન્દ્ર સરકાર તરફથી 1500 કરોડના પેકેજ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભાજપની આગેવાની હેઠળની સરકાર રાજ્યની તમામ સંસ્કૃતિઓ અને પરંપરાઓનું સન્માન કરે છે અને રાજ્યને આપેલા તમામ વચનો પૂર્ણ કર્યા છે.
Site Admin | જાન્યુઆરી 18, 2026 9:31 એ એમ (AM)
બોડો શાંતિ કરારથી હજારો યુવાનો શસ્ત્રો અને હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાયા – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી