બોટાદ સાઈબર ક્રાઇમે કરોડો રૂપિયાનો સાઈબર ફોર્ડ કરતી ગેંગને ઝડપી પાડી છે. આ ષડયંત્રના એક મુખ્ય આરોપીની અટકાયત કરી છે. આ ગેંગ દ્વારા 43 કરોડ 60 લાખ જેટલા નાણાકીય વ્યવહાર સાઈબર ફ્રોડ દ્વારા કરાયા હોવાનું જાહેર થયું, તમામ રકમ ઉપાડી સગે વગે કરી હોવાની જાણકારી મળી હતી. સરકારના એનસીઆરપી પોર્ટલમાં આ ગેંગ વિરુદ્ધ પાંચ ફરિયાદો નોંધાઈ છે, જેમાં 1.5 કરોડ રૂપિયા જેવી છેતરપિંડી થઈ હોવાનો ઉલ્લેખ થયો હતો. આ આરોપીને ગઢડામાંથી ઝડપી લેવાયો હોવાનું બોટાદના જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું.
Site Admin | નવેમ્બર 5, 2025 10:05 એ એમ (AM)
બોટાદ સાઈબર ક્રાઇમે 43 કરોડ કરતા વધુની છેતરપીંડી આચરનારા ગેંગનો પર્દાફાશ કરીને મુખ્ય આરોપીને ઝડપ્યો