ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 12, 2025 3:01 પી એમ(PM)

printer

બોટાદ શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતેથી તિરંગા યાત્રાનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું

ગાંધીનગરમાં સેક્ટર-6માં આવેલા અપના બજાર ખાતેથી તિરંગા યાત્રાનું મહિલા અને બાળ કલ્યાણમંત્રી ભાનુબેન બાબરીયાએ પ્રસ્થાન કરાવ્યું હતું. “હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા”અભિયાન અંતર્ગત ગાંધીનગરમાં નીકળેલી તિરંગા યાત્રામાં સૌ ગાંધીનગરવાસીઓએ સહભાગી થઈને દેશની આન, બાન અને શાન સમા તિરંગાનું ગૌરવ ગાન કર્યું હતું.
જ્યારે બોટાદ શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતેથી તિરંગા યાત્રાનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. 79 માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે 79 ફૂટના તિરંગા સાથે ની તિરંગા યાત્રામાં ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા પણ જોડાયાં હતાં.
નર્મદાના મુખ્ય મથક રાજપીપળા ખાતે તિરંગા યાત્રાનો પ્રારંભ બિરસા મુંડા ચોક ખાતેથી થયો હતો, જ્યાં જિલ્લા કલેક્ટર, રાજકીય અગ્રણીઓએ નંદરાજાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા..ડાંગ અને સુરેન્દ્રનગર ખાતે પણ તિરંગા યાત્રમાં અનેક લોકો જોડાયાં હતાં. ભાવનગર મંડળ દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ આજે તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મંડળના અધિકારીઓ, કર્મચારીઓ, રેલવે સુરક્ષા બળના જવાનો અને સ્કાઉટ એન્ડ ગાઇડના સભ્યો ભાગ લીધા.
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના પ્રસ્થાન સંકેતથી આ તિરંગા બાઇક રેલીની શરૂઆત કરવામાં આવી.