બોટાદ જિલ્લામાં વિકાસ, રોકાણ અને ઉદ્યોગોને નવી દિશા આપવા માટે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ અંતર્ગત જિલ્લા સ્તરના કાર્યક્રમનું આયોજન કરાશે. જિલ્લા કલેક્ટર જીન્સી રોયની અધ્યક્ષતામાં 19 ડિસેમ્બરે ગઢડા રોડ સ્થિત હોટલ ખાતે આ કાર્યક્રમ યોજાશે. જિલ્લા કલેક્ટર જીન્સી રોયે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં જિલ્લાના ઔદ્યોગિક વિકાસને ગતિ આપવા માટે 30 જેટલા ઔદ્યોગિક એકમો સાથે આશરે 300 કરોડથી વધુના મૂડીરોકાણના સમજૂતી કરાર- MoU કરવામાં આવશે.
Site Admin | ડિસેમ્બર 11, 2025 2:30 પી એમ(PM)
બોટાદ જિલ્લામાં વિકાસ, રોકાણ અને ઉદ્યોગોને નવી દિશા આપવા માટે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ અંતર્ગત જિલ્લા સ્તરના કાર્યક્રમનું આયોજન કરાશે.