ઓક્ટોબર 20, 2024 7:10 પી એમ(PM)

printer

બોટાદ જિલ્લાના ગઢડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો

બોટાદ જિલ્લાના ગઢડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે.
કચ્છ જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવતા ભુજ, માંડવી-મુન્દ્રા અને અબડાસા સહિત ગ્રામ્ય વિસ્તારમા વરસાદ ચાલુ હોવાના અહેવાલ છે. તો રાજકોટમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે.
દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખંભાળિયા અને કલ્યાણપુરમાં 3-3 ઇંચ વરસાદ થતાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા.
અમરેલી જિલ્લામાં અડધાથી લઇ પાંચ ઇંચ સુધી વરસાદ થયાના અહેવાલ છે. વરસાદને પગલે અમરેલીના બગસરા તાલુકાનો મુંજીયાસર ડેમ ઓવરફલો થયો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.