જુલાઇ 21, 2025 2:25 પી એમ(PM)

printer

બોટાદ જિલ્લાનાં પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયાએ આજે ટ્રાફિક સિગ્નલનું અનાવરણ કર્યું.

બોટાદ જિલ્લાનાં પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયાએ આજે કલેક્ટર કચેરી ખાતે વરસાદના કારણે અસર થયેલી માળખાગત સુવિધાની સમીક્ષા કરી. તેમણે બંધ કરાયેલા બ્રિજની વિગત મેળવી, બ્રિજની ટ્રાફિક ભારક્ષમતા, બ્રિજોની વર્તમાન સ્થિતિથી ડાયવર્ટ થયેલા માર્ગમાં આવતા રસ્તાનાં સમારકામનાં સૂચનો કર્યા હતા.
દરમિયાન સુશ્રી બાબરિયાએ બોટાદ શહેર ખાતે ટ્રાફિક સિગ્નલનું અનાવરણ કર્યું. 10 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલું આ સિગ્નલ શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.