બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ઠભંજન દેવ હનુમાનજી મંદિરમાં આજે દાદાને અનેકવિધ ફૂલ-પાંદડીના વાઘાં પહેરાવાયા છે. વહેલી સવારે સાડા પાંચ વાગ્યે મંગળા આરતી અને ત્યારબાદ સવારે સાત વાગ્યે શણગાર આરતી કરવામાં આવી. અનેક ભક્તોએ પ્રત્યક્ષ અને ઑનલાઈન માધ્યમથી આરતીના દર્શનનો લ્હાવો લીધો.
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સાળંગપુરધામ મંદિર દ્વારા અનેકવિધ કાર્યક્રમ અંતર્ગત દિવ્ય શણગાર અનેક દિવ્ય અન્નકૂટ, સવારે અને સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ, દૈનિક મારુતિ યજ્ઞ, ષોડશોપચાર પૂજન અને મહાસંધ્યા આરતી, રાજોપચાર પૂજન અને મહાસંધ્યા આરતી, શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરાયું છે.
Site Admin | ઓગસ્ટ 19, 2025 3:13 પી એમ(PM)
બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ઠભંજન દેવ હનુમાનજી મંદિરમાં આજે દાદાને અનેકવિધ ફૂલ-પાંદડીના વાઘાં પહેરાવાયા