ઓક્ટોબર 1, 2024 3:50 પી એમ(PM)

printer

બોટાદના કુંડળી ગામ નજીક ટ્રેન ઉથલાવવાના કાવતરામાં રાણપુર તાલુકાના અળવ ગામના બે શખ્સોને બોટાદ જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા

બોટાદના કુંડળી ગામ નજીક ટ્રેન ઉથલાવવાના કાવતરામાં રાણપુર તાલુકાના અળવ ગામના બે શખ્સોને બોટાદ જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા છે. 25 નવેમ્બર ના રોજ રેલવે ટ્રેક વચ્ચે જૂનો રેલવેનો પાટો મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયા છે. આર્થિક દેવું થઈ જવાના કારણે, ટ્રેનને ઉથલાવી ટ્રેનના ડબા માંથી પેસેન્જર નીચે પડે પછી તેને લૂંટવાના ઇરાદે સમગ્ર પ્લાન ઘડ્યો હોવાનું બોટાદ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.