બોટાદનાં યોગ સ્પર્ધક ફાતિમા હિરાણી યોગાસન ક્ષેત્રે રાષ્ટ્રીય વિજેતા બન્યાં છે. હવે તેઓ દેશનું પ્રતિનિધિત્વ કરવા વિએતનામ ખાતે વિશ્વ યોગ સ્પર્ધામાં ભાગ લેશે. શાળામાં ભણતી વખતે તેમણે યોગનું આકર્ષણ અને માર્ગદર્શકની પ્રેરણાથી તાલીમ અને સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધી તેમણે નવ વખત રાષ્ટ્રીય વિજેતા, સાત વખત આંતર-રાષ્ટ્રીય વિજેતા, ચાર વખત રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 23, 2025 7:04 પી એમ(PM)
બોટાદનાં યોગ સ્પર્ધક ફાતિમા હિરાણી વિએતનામમાં વિશ્વ યોગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે