ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 23, 2025 3:20 પી એમ(PM)

printer

બોટાદનાં ફાતિમા હિરાણી યોગાસન ક્ષેત્રે રાષ્ટ્રીય વિજેતા બન્યાં.

બોટાદનાં ફાતિમા હિરાણી યોગાસન ક્ષેત્રે રાષ્ટ્રીય વિજેતા બન્યાં છે. હવે તેઓ દેશનું પ્રતિનિધિત્વ કરવા વિએતનામ વિશ્વ યોગ સ્પર્ધામાં ભાગ લેશે. સામાન્ય પરિવારનાં આ ખેલાડીમાં શૈક્ષણિક કાર્ય સાથે યોગ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.
ગત 12 વર્ષથી તેઓ અનેક સ્પર્ધામાં વિજેતા બન્યાં છે. તેમાં નવ વખત રાષ્ટ્રીય વિજેતા, સાત વખત આંતર-રાષ્ટ્રીય વિજેતા, ચાર જેટલા રાષ્ટ્રીય પુરસ્કારનો સમાવેશ થાય છે. સાથે જ તેમણે 17 સુવર્ણ, સાત રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક જીત્યા છે. સાથે જ 27 જેટલા યોગા વિજયચિહ્ન મેળવ્યા છે.