ઓક્ટોબર 4, 2025 1:29 પી એમ(PM)

printer

બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને શરદી-ખાંસીની દવાઓ ન આપવા આરોગ્ય મંત્રાલયનું સૂચન

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સલાહ આપી છે કે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઉધરસ અને શરદીની દવાઓ સૂચવવી જોઈએ નહીં કે આપવી જોઈએ નહીં.
મંત્રાલયે જણાવ્યું કે, સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ દવાઓની ભલામણ કરવામાં આવતી નથી, અને તેનાથી ઉપરના બાળકો માટે તેનું ઉપયોગ કાળજીપૂર્વક તબીબી મૂલ્યાંકન અને નજીકની દેખરેખ હેઠળ થવો જોઈએ.
મંત્રાલયે આ સંદર્ભમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય સેવાઓના નિયામકને પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બાળકોમાં મોટાભાગની ઉધરસની બીમારીઓ ઘણીવાર ફાર્માકોલોજિકલ હસ્તક્ષેપ વિના દૂર થઈ જાય છે.