રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સિરપ પીવાના કારણે બાળકોના મોતના અહેવાલ સાંપડ્યા હતાં.. આ અહેવાલોના પગલે રાજ્યનું આરોગ્ય તંત્ર પણ સતર્ક બની ગયું છે.. તકેદારીના ભાગરૂપે કફ સિરપમાં રહેલા તત્વો સંદર્ભે ગુજરાત માં કોઈ આવા સિરપ છે કે કેમ તેની તપાસ કરવા કહ્યું છે ડોકટર ના પ્રિસ્કીપશન સિવાય આવી દવા નહી આપવાની સૂચના આપવામાં આવી છે.. ભારત સરકારે ગાઈડ લાઈન જાહેર કરી છે તેનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું હોવાનું આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું.
Site Admin | ઓક્ટોબર 4, 2025 8:03 પી એમ(PM)
બે પડોશી રાજ્યોમાં કફ સિરપ પીધા પછી બાળકોના મોત બાદ રાજ્યમાં તકેદારીના ભાગરૂપે કફ સિરપની તપાસના આદેશ
