આગામી 48 કલાક સુધી રાજ્યના લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જોકે ત્યારબાદ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે.
બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલ તાપમાનની વાત કરવામાં આવે તો, 10 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બન્યું છે. ત્યારબાદ ડાંગમાં 10.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. અમરેલીમાં લઘુતમ તાપમાનનો પારો 12 ડિગ્રીએ અટક્યો હતો. જ્યારે અમદાવાદમાં 14.8 અને ગાંધીનગરમાં 14.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
Site Admin | ડિસેમ્બર 20, 2025 7:11 પી એમ(PM)
બે દિવસ બાદ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી