માર્ચ 29, 2025 9:53 એ એમ (AM)

printer

બે કેન્દ્રીય મંત્રી આજે ગુજરાતના પ્રવાસે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજથી બે દિવસ રાજ્યની મુલાકાતે આવશે. શ્રી માંડવિયા તેમના લોકસભા મત વિસ્તારમાં વિવિધ સ્થળોની મુલાકાત લેશે.ડૉ. મનસુખ માંડવિયા આજે સવારે જુનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે યોજાનારા સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ ગંગેડી આશ્રમની મુલાકાત લેશે. શ્રી માંડવિયા આજે બપોરે વંથલીના ખોરસામાં આવેલા તિરૂપતિ બાલાજી મંદિરમાં દર્શન કરશે.ઉપરાંત શ્રી માંડવિયા મઢડા ખાતે આવેલા સોનલધામ મંદિરના દર્શન કરશે. સાથે જ તેઓ વંથલી માર્કેટિંગ યાર્ડ અને જુનાગઢ શહેર ભાજપ કાર્યાલયની પણ મુલાકાત લેશે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ આજે નવસારી જિલ્લામાં આવેલી વારી એનર્જી લિમિટેડ કંપનીમાં સોલાર સેલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.