ઉંઝાને દેશના અન્ય સ્ટેશનો સાથે જોડતાં અજમેર-મૈસુર એક્સપ્રેસ અને લાલગઢ-દાદર રણકપુર એક્સપ્રેસ ટ્રેનોના ઉંઝા સ્ટેશન પર સ્ટોપેજનનો આજથી આરંભ થયો છે. બે સાંસદો અને ધારાસભ્યોએ ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ઊંઝા રેલ્વે સ્ટેશનનો આધુનિક રીતે પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે.
આ પ્રોજેક્ટ હેઠળ, સ્ટેશનની માળખાગત સુવિધાઓ અને મુસાફરોની સુવિધાઓ સુધારવા માટે આ સ્ટોપેજનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. અત્યાર સુધી ઊંઝા સ્ટેશન પર 26 ટ્રેનો રોકાતી હતી, જે વધીને હવે 30 થશે. આ બે ટ્રેનોના સ્ટોપેજ સાથે, ઊંઝા અને નજીકના વિસ્તારોના મુસાફરોને અજમેર, જયપુર, અમદાવાદ, પુણે, બેંગલુરુ, મૈસુર, દાદર અને લાલગઢ જેવા દેશના મુખ્ય શહેરો સાથે સીધી અને અનુકૂળ રેલ કનેક્ટિવિટી મળશે.
Site Admin | ઓગસ્ટ 17, 2025 7:08 પી એમ(PM)
બે એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ સાથે દેશના અન્ય શહેરો સાથે હવે ઉંઝાનું જોડાણ વધશે