અમેરિકન પ્રતિનિધિઓ ડેમોક્રેટ અમી બેરા અને રિપબ્લિકન જો વિલ્સન, બંનેએ અમેરિકા અને ભારત વચ્ચેની ઐતિહાસિક ભાગીદારીના વ્યૂહાત્મક મૂલ્યને માન્યતા આપતો દ્વિપક્ષીય ઠરાવ રજૂ કર્યો છે.
આ ઠરાવ વિશ્વના બે સૌથી મોટા લોકશાહી દેશો વચ્ચે સંરક્ષણ, ટેકનોલોજી, વેપાર, આતંકવાદ વિરોધી અને શિક્ષણ સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં દાયકાઓથી વધતા સહકારને દર્શાવે છે. તેમાં પ્રાદેશિક સ્થિરતા, આર્થિક વિકાસ અને મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિકને પ્રોત્સાહન આપવામાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરે છે.
આ પગલામાં આતંકવાદ વિરોધી અને સાયબર પડકારોથી ઉભરતી ટેકનોલોજીઓ સામે 21મી સદીના જોખમોનો સામનો કરવા માટે અમેરિકા અને ભારત વચ્ચે સતત સહયોગની આશા રાખવામાં આવી છે. આ ઠરાવને કુલ 24 મૂળ સહ-પ્રાયોજકો સાથે મજબૂત દ્વિપક્ષીય સમર્થન મળ્યું છે.
Site Admin | નવેમ્બર 18, 2025 2:00 પી એમ(PM)
બે અમેરિકન પ્રતિનિધિએ અમેરિકા અને ભારત વચ્ચેની ઐતિહાસિક ભાગીદારીના વ્યૂહાત્મક મૂલ્યને માન્યતા આપતો દ્વિપક્ષીય ઠરાવ રજૂ કર્યો.