હવામાન વિભાગની આગાહી કરી છે કે આગામી 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં બેવડી ઋતુની અસર વર્તાશે જ્યારે 16થી 19 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસશે.કમોસમી માવઠાના મારની અસર દિવાળીમાં રહે તેવી શકયતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ.કે. દાસના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારીમાં માવઠાની અસર રહેશે. કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે.
Site Admin | ઓક્ટોબર 14, 2025 9:49 એ એમ (AM)
બેવડી ઋતુના અહેસાસ વચ્ચે 16થી 19 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની આગાહી