ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 11, 2024 7:49 પી એમ(PM) | Payment system | RBI | rbi guideline

printer

બેન્ક સિવાયના આર્થિક એકમોને ચૂકવણી સેવાઓમાં જરૂરી સુધારા RBIનો આદેશ

ભારતીય રિઝર્વ બેન્કે ડિજીટલ ચૂકવણી પદ્ધતિનો દિવ્યાંગજનો સરળતાથી ઉપયોગ શકે તે હેતુથી બધી જ બેન્કો અને બેન્ક સિવાયના આર્થિક એકમોને તેમની ચૂકવણી સેવાઓમાં જરૂરી સુધારા કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ હેતુથી રિઝર્વ બેન્કે કેન્દ્રિય નાણામંત્રાલય દ્વારા ગત બીજી ફેબ્રુઆરી 2024ના રોજ જારી કરાયેલા દિશાનિર્દેશોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. બેન્કે જણાવ્યું છે કે, જરૂરી સુધારા કરતી વખતે ગ્રાહકોની સલામતીના પાસાને કેન્દ્રમાં રાખવું મહત્વનું છે. રીઝર્વ બેન્કે સૂચિત સુધારા માટે ચોક્કસ સમયના આધારે એક યોજના બનાવવા બેન્ક અને અન્ય સંસ્થાઓને અનુરોધ કર્યો છે.