ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 8, 2025 9:24 એ એમ (AM)

printer

બેડમિન્ટનમાં, ભારતીય શટલરોએ તાઇપેઈ ઓપન સુપર 300માં તેમના અભિયાનની મજબૂત શરૂઆત કરી

બેડમિન્ટનમાં, ભારતીય શટલરોએ તાઇપેઈ ઓપન સુપર 300માં તેમના અભિયાનની મજબૂત શરૂઆત કરી હતી, જેમાં પુરુષ સિંગલ્સમાં, કિદાંબી શ્રીકાંતે પ્રથમ રાઉન્ડમાં તેના સાથી ભારતીય શંકર સુબ્રમણ્યનને હરાવ્યા હતા.આજે બીજા રાઉન્ડમાં, શ્રીકાંતનો સામનો તેના દેશબંધુ આયુષ શેટ્ટી સાથે થશે, જેમણે ચાઇનીઝ તાઈપેઈના ત્રીજા ક્રમાંકિત લી ચિયા હાઓ પર જીત મેળવી હતી. અન્ય મેચોમાં, તરુણ માનેપલ્લીએ 70 મિનિટની મુશ્કેલ મૂકાબલામાં જાપાનના શોગો ઓગાવાને હરાવીને 21-17,19-21,21-12 જીતી હતી. તે ઇન્ડોનેશિયાના મોહ સામે રમશે. મહિલા સિંગલ્સમાં, ઉન્નતિ હુડ્ડાએ સાથી ભારતીય અનુપમા ઉપાધ્યાયને હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. તે આજે સવારે તાઈપેઈની લિન સિહ યુન સામે ટકરાશે.