બેડમિન્ટનમાં, ભારતની પુરુષ ડબલ્સ જોડી સાત્વિક સાઈરાજ રેડ્ડી અને ચિરાગ શેટ્ટી આજે ઇન્ડોનેશિયાના ફજર આલ્ફિયાન અને મુહમ્મદ શોહિબુલ ફિકરી સામે ટકરાશે. ચીનના હાંગઝોઉમાં યોજાઈ રહેલી BWF વર્લ્ડ ટૂર ફાઇનલ્સની સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે આ મેચ મહત્વપૂર્ણ રહેશે. ભારતીય જોડીએ ગ્રુપ-Bની પહેલી મેચમાં ચીનના ચાંગ વાંગ અને વેઈ કેંગ લિયાંગ સામે જીત મેળવીને પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. સાત્વિક અને ચિરાગે આ મેચ 12-21, 22-20, 21-14થી જીતી હતી. સાત્વિક સાઈરાજ રેડ્ડી અને ચિરાગ શેટ્ટી BWF વર્લ્ડ ટૂર ફાઇનલ્સ 2025માં ભારતના એકમાત્ર પ્રતિનિધિ છે.
Site Admin | ડિસેમ્બર 18, 2025 9:08 એ એમ (AM)
બેડમિન્ટનમાં, ભારતની પુરુષ ડબલ્સ જોડી સાત્વિક સાઈરાજ રેડ્ડી અને ચિરાગ શેટ્ટી આજે ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે