માર્ચ 12, 2025 9:53 એ એમ (AM)

printer

બેડમિન્ટનમાં, ભારતના લક્ષ્ય સેન અને માલવિકા બંસોડ બર્મિંઘમમાં રમાયેલી ઓલ ઇંગલેન્ડ ઓપન ચેમ્પિયનશિપ્સની પ્રિ-ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.

બેડમિન્ટનમાં, ભારતના લક્ષ્ય સેન અને માલવિકા બંસોડ બર્મિંઘમમાં રમાયેલી ઓલ ઇંગલેન્ડ ઓપન ચેમ્પિયનશિપ્સની પ્રિ-ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. પુરુષોની સિંગલ્સ સ્પર્ધામાં ગઈ કાલે લક્ષ્ય સેને ચાઇનિઝ તાઇપેઇના સુ લિ યાંગને 13-21, 21-17 અને 21-15થી હરાવ્યા હતા. મહિલા સિંગલ્સમાં માલવિકા બંસોડે પ્રથમ રાઉન્ડમાં સિંગાપોરની ખેલાડી યીઓ મિનને 21-13, 10-21, 21-17 થી હરાવી હતી.અગાઉ, એચએસ પ્રનોય ફ્રાન્સના ટોમા જુનિયર પોપોવ સામે હારી જતા ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી ગયા હતા. આજે પીવી સિંઘુ મહિલા સિંગલ્સમાં અને સાત્વિકસાંઇરાજ અને ચિરાગ શેટ્ટી પુરુષ ડબલ્સમાં રમશે.