બેડમિન્ટનમાં, પી.વી. સિંધુએ જાપાનની ટોમોકા મિયાઝાકી સામે જીત મેળવીને ચાઇના ઓપન સુપર 1000 ઝુંબેશની શરૂઆત કરી, જ્યારે ઉન્નતિ હુડા અને સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની પુરુષ ડબલ્સ જોડી પણ આજે ચીનના ચાંગઝોઉમાં શાનદાર પ્રદર્શન સાથે આગળ વધી. ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન સિંધુએ 62 મિનિટની લડતમાં 2022 ની વિશ્વ જુનિયર ચેમ્પિયન મિયાઝાકી સામે 21-15,8-21, 21-17 થી વિજય મેળવ્યો. તેણીનો આગામી મુકાબલો 2022 ઓડિશા માસ્ટર્સ અને 2023 અબુ ધાબી માસ્ટર્સની 17 વર્ષીય વિજેતા, સાથી ભારતીય ઉન્નતિ હુડા સામે થશે.
Site Admin | જુલાઇ 23, 2025 7:31 પી એમ(PM)
બેડમિન્ટનમાં, પી.વી. સિંધુએ જાપાનની ટોમોકા મિયાઝાકી સામે જીત મેળવીને ચાઇના ઓપન સુપર 1000 ઝુંબેશની શરૂઆત કરી
