બેડમિન્ટનમાં ટોચના ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ લક્ષ્ય સેન, પ્રિયાંશુ રાજાવત, ઉન્નતિ હુડ્ડા, માલવિકા બંસોદ અને મહિલા ડબલ્સ જોડી ગાયત્રી ગોપીચંદ અને ટ્રીસા જોલી આજે બેંગકોકમાં થાઇલેન્ડ ઓપનના મુખ્ય ડ્રોમાં તેમના અભિયાનની શરૂઆત કરશે.પુરુષ સિંગલ્સમાં વિશ્વ ક્રમાંક 18ના લક્ષ્ય સેન તેની પ્રારંભિક મેચમાં આયર્લેન્ડના વિશ્વ ક્રમાંક 34ના નટ ગુયેન સામે ટકરાશે, જ્યારે પ્રિયાંશુ રાજાવત આજે ઇન્ડોનેશિયાના અલ્વી ફરહાન સામે ટકરાશે. થરુન માનેપલ્લી મલેશિયાના જસ્ટિન હો સામે કરશે.મહિલા સિંગલ્સમાં વિશ્વની 23મા નંબરની માલવિકા બંસોદ તુર્કીની નેસ્લિહાન અરિન સામે અને ઉન્નતિ હુડ્ડા થાઇલેન્ડની થામોનવાન નિથિટ્ટિક્રાઈ સામે રમશે. મહિલા ડબલ્સમાં ભારતની વિશ્વની 10મા નંબરની જોડી ગાયત્રી ગોપીચંદ અને ટ્રીસા જોલી મલેશિયાની કાર્મેન ટિંગ અને ઓંગ શિન યી સામે રમશે.
Site Admin | મે 14, 2025 9:19 એ એમ (AM)
બેડમિન્ટનમાં ટોચના ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ આજે બેંગકોકમાં થાઇલેન્ડ ઓપનના મુખ્ય ડ્રોમાં તેમના અભિયાનની શરૂઆત કરશે
